મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નજીક રામસેતુ સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને મારમાર્યો


SHARE













મોરબીના રવાપર નજીક રામસેતુ સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને મારમાર્યો

મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ રામસેતુર સોસાયટીના શુભ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે ગાળો બોલીને યુવાનને માથામાં ઇંટ મારી હતી તથા શરીરે લાકડી વડે માર મારવામાં આવ્યો હતો તેમજ તેની માતાને પણ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ રામસેતુ સોસાયટીમાં સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિનભાઈ રમેશભાઈ ગડારા (32) એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા અને લાલાભાઇ નાનજીભાઈ મિયાત્રા રહે બંને રામસેતુ સોસાયટી શુભ એપાર્ટમેન્ટ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી સુરેશભાઈએ ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે ફરીયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ  ગાળો બોલવાની ના પડતા સુરેશભાઈએ હાથમાં ઈંટ લઈને એક ઘા ફરિયાદીને માથામાં માર્યો હતો ત્યારબાદ તેના ભાઈ લાલાભાઇને ત્યાં બોલાવ્યા હતા અને લાલાભાઇએ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તથા ફરિયાદીની માતાને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હોય ઇજા પામેલ યુવાન અને તેની માતાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સુંદરગઢ ગામે વાડીએથી બાઈક ની ચોરી

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઈ રણછોડભાઈ દલવાડીની વાડીએ રહે ત્યારે મજૂરી કામ કરતા શંકરભાઈ પોતીયાભાઈ જમોર (30) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે તેણે વાડીએ બાઈક નંબર એમપી 69 ઝેડબી 8992 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News