મોરબી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ-સારવાર કેમ્પનું આયોજન
SHARE







મોરબી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ-સારવાર કેમ્પનું આયોજન
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા મફત ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ સોમવારને તા. 8 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. આ ખાસ કેમ્પનું આયોજન સંસ્થાની બંને ઓપીડીમાં કરવામાં આવશે.
મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ કેમ્પસ સ્થિત ઓપીડી તેમજ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ આર્યાતેજ ફિઝિયોથેરાપી ક્લિનિકનો સમાવેશ થાય છે. આ કેમ્પનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે. આ કેમ્પમાં લોકોને મફત ફિઝિયોથેરાપી ચેકઅપ સાથે સારવારની સુવિધા આપવામાં આવશે. આ કેમ્પમાં જોડાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. અને ઇચ્છુક લોકો 9512410099 પર સંપર્ક કરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરવી શકે છે. અને સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે નવા સાદુકા ગામ નજીક મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોને નિદાન, જાગૃતિ અને સારવારનો લાભ મળશે. જેથી મોરબીના લોકોએ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
