મોરબી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ-સારવાર કેમ્પનું આયોજન
મોરબી તાલુકા-જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ
SHARE







મોરબી તાલુકા-જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ
મોબાઈલથી મેદાન સુધીની મથામણના સૂત્ર હેઠળ સાર્થક સ્પોર્ટ્સ તાલુકા તેમજ જિલ્લામાં ભાઈઓ તેમજ બહેનોની વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, કુસ્તી, બેડમિન્ટન અને સ્કેટિંગ આમ જુદીજુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જે સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તરણેતર ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધામાં પણ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સારો દેખાવ કર્યો હતો.
મોરબીમાં શાળાકીય રમતોત્સવ 2025-26નું તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે. અને આવનારા સમયમાં બાળકો રાજ્ય કક્ષાએ પોતાનું પ્રદર્શન કરવા માટે જશે. તાલુકા કક્ષાએ વોલીબોલ સ્પર્ધા, કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બનેલ છે અને
જિલ્લા કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધા, કબડ્ડી સ્પર્ધા, કુસ્તી ભાઈઓ, કુસ્તી બહેનો, બેડમિન્ટન બહેનો અમે સ્કેટિંગ બેહનો વિજેતા બનેલ છે.
