મોરબી તાલુકા-જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ
મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ
SHARE







મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ
મોરબીના બંધુનગરના વતનીનું હાર્ટએટેકથી મોત થતા તેમના વારસદારએ એલ.આઈ.સી. માં તેમના ભાઈનો વીમો હતો અને તેને સમયસર દરેક કાગળો રજુ કરેલ છતા પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડેલ એટલે ગ્રાહકને અન્યાય થતા તેઓએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અને ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા કોર્ટે વીમા કંપનીને ૧૫ લાખ ૬ ટકાના વ્યાજ સાથે તા.૨૮-૮-૨૪ થી ચુકવવા તથા અન્ય ખર્ચ પેટે ૫૦૦૦ ચુકવવા આદેશ કરેલ છે.
આ કેસ ની વિગત એવી છે કે મોરબી બંધનગરના રહીશ અતુલભાઈ છગનભાઈ સંઘાણીનું તા.૨૯-૭-૨૩ના રોજ મોરબીની આયુષ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતું. તેમના ભાઈ કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ એલ.આઈ.સી. કંપનીની તમામ કાગળો રજુ કરેલ હતા. પરંતુ વીમા કંપનીએ કહેલ કે તેમની ફાઇલમાં થાઇરોડ હતો તેવી વિગત છે. તેથી વીમો કવર થઈ શકે નહી અને આ રોગ જુનો હતો. કોર્ટે કહ્યુ કે કોઈપણ વીમો લેવામાં આવે તો તેને મેડીકલ કરાવવું જોઈએ વીમા કંપનીએ આવી કોઈપણ જાતની તપાસ કરેલ નથી અને થાઇરોડ અને હાર્ટએટેકને કોઈ સબંધ નથી માટે મૃતકના વારસદાર કમલેશભાઈ છગનભાઈ સંઘાણીને ૧૫ લાખ રૂપિય ૬ ટકાના વ્યાજ સાથે તા. ૨૮/૦૮/૨૪ થી ચુકવી આપવા જો વીમા કંપની સમયમર્યાદામાં ના ચુકવાય તો નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા તથાં ખર્ચ પેટે ૫૦૦૦, રૂા. ચુકવવાનો આદેશ કરેલ છે. જો ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો લાલજીભાઈ મહેતા (૯૮રપ૭૯૦૪૧૨), રામભાઈ મહેતા (૯૯૦૪૭૯૮૦૪૮), બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪૯૯૧૮૫) અને હિતેશભાઈ મહેતા (૯૯૭૮૯૮૩૯૮૬)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.
