મોરબીની કોર્ટમાંથી પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE







મોરબીની કોર્ટમાંથી પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો
વાંકાનેર તાલુકા ગામ પલાસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી ધર્મેશ પનારાનો નિદોર્ષ છુટકારો થયો છે.
આ કેસની હકિકત એવી છે કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકે સગીરાના માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭/૪/૨૦૨૨ ના રોજ તેની દિકરી ઘરમાં જોવા મળેલ નહી. જેથી ફરીયાદીએ આરોપી ધર્મેશ પનારા વાલીપણામાંથી તેનું અપહરણ કરી પોતાની સાથે ભગાડી લઈ ગયેલ છે તેવી ફરિયાદ આપી હતી જેથી પોલીસે પોકસો એકટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ હરીલાલ એમ.ભોરણીયા તથા યુવા એડવોકેટ પ્રદિપ કે.કાટિયાએ આરોપી તરફે બચાવ કરેલ હતો. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા. તથા કેસની હકકિત ઘ્યાને લઈ મોરબી સ્પેશયલ જજ પોકસો કોર્ટ અને એડીશ્નલ સેશન્સ જજ કમલ આર. પંડયા સાહેબએ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ હરીલાલ એમ.ભોરણીયા, યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટિયા, અર્જુન પી. ઉભડીયા, કાજલબેન એચ.ભોરણીયા, શર્મિલા પી.આદ્રોજા, પુનમ એ. હોથી તથા સાક્ષી વી.વિડજા, રોકાયેલ હતા.
