મોરબી : નાનીબરાર તાલુકા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
SHARE







મોરબી : નાનીબરાર તાલુકા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મોરબીના માળિયા તાલુકાની નાનીબરાર તાલુકા શાળામાં શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓએ ફેફસા, જ્વાળામુખી, વોટર ફિલ્ટરના વર્કિંગ મોડલ અને સાથેસાથે ખેતી, જળસંચય અને સૌર મંડળ જેવા અભ્યાસિક મુદ્દાઓના મોડલ રજુ કર્યા હતા.સૌપ્રથમ મોડલ બનાવેલ વિદ્યાર્થીઓ દ્વારા અને ત્યારબાદ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક રાકેશભાઈ ફેફર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને આ બધા મોડલના હેતુ, સિદ્ધાંત અને કાર્યપદ્ધતિની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.કૃતિ બનાવેલ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ બધી કૃતિમાંથી શ્રેષ્ઠ કૃતિ સીઆરસી કક્ષાએ ભાગ લેશે તેમ શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
