મોરબીમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં સેમિનાર યોજાયો
SHARE







મોરબીમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં સેમિનાર યોજાયો
મોરબીમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં સેમિનાર યોજાયો બતો.જેમાં ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વિઠલાપરા અને ગડારા વાત્સલ્યભાઈએ હાજર રહીને બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ પાસે પોતે વ્યસન ન કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગણેશજી ની આરતીથી કરવામાં આવી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રના પોશાકમાં શાળાની વિધાર્થીનીઓએ સુંદર ડાન્સ પર્ફોર્મ કર્યો હતો.ત્યારબાદ અનિલભાઈએ ગાયત્રી પરિવાર અને ગુરૂદેવ શ્રીરામ શર્મા આચાર્યનો પરિચય આપ્યો હતો.તેમજ ગાયત્રી મહામંત્રનું અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું હતુ.ત્યારબાદ વાત્સલ્યભાઈ ગડારાએ વ્યસન વિષે બાળકોને માહિતી આપી હતી.અંતમાં પ્રિન્સીપાલ મનીષભાઇ ચારોલાએ બાળકોને પોતાના વાલી તેમજ અન્ય લોકોને વ્યસન મુક્ત બનાવશે તો તે બાળકનું સન્માન બાળ સભામાં કરવામાં આવશે એવું પ્રોત્સાહન આપ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક હર્ષદભાઈ ઓડિયા તેમજ પ્રિન્સીપાલ મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયા તેમજ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓનો સહકાર રહ્યો હતો.
