મોરબીમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં સેમિનાર યોજાયો
મોરબીમાં વિહિપની બેઠક મળી: જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ-ગ્રામ્યમાં નવા હોદેદારોની વરણી કરાઇ
SHARE







મોરબીમાં વિહિપની બેઠક મળી: જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ-ગ્રામ્યમાં નવા હોદેદારોની વરણી કરાઇ
મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બેઠક તાજેતરમાં મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર વિધાલય ખાતે રાખવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ તથા ગ્રામ્યની જવાબદારી સોંપવામાં આવી હતી
આ બેઠકમાં મુખ્ય અતિથિ તથા માર્ગદર્શક તરીકે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મિયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ મંત્રી તથા મોરબી જિલ્લાના વાલી અનિલભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી કમલભાઈ દવે અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના મુખ્ય જવાબદારોની ઉપસ્થિતમાં મોરબી- માળિયા ગ્રામ્ય પ્રખંડની ટોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મનોજભાઈ દેવશીભાઇ કાવર, વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ તરીકે સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારિયા, વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી તરીકે વિશાલભાઈ કમલેશભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી તરીકે બિપીનભાઇ લાલજીભાઈ ગામી, બજરંગદળ સંયોજક તરીકે ઈશ્વરભાઈ લાધાભાઈ કંઝારિયા, બજરંગદળ સહસંયોજક તરીકે હર્ષભાઈ કાંતિલાલભાઈ બાવરવા, સુરક્ષા પ્રમુખ તરીકે રાજભાઈ વિજયભાઈ પંડ્યા, સુરક્ષા સહપ્રમુખ તરીકે ચિરાગભાઈ મનસુખભાઈ શેરસીયા, મંદિર અર્ચક પુરોહિત હળવદ પ્રખંડ સંયોજક તરીકે હિતેષભાઇ મધુસુદનભાઈ રાવલ, દુર્ગાવાહિની ટંકારા પ્રખંડ સંયોજીકા તરીકે માનસીબેન જયેશભાઈ સોલંકી, દુર્ગાવાહિની ટંકારા પ્રખંડ સહસંયોજીકા તરીકે ક્રૃતિબેન વલ્લભભાઈ જગોદના, દુર્ગાવાહિની વાંકાનેર પ્રખંડ સંયોજીકા તરીકે શીતલબેન રાજેશભાઈ મેહતા, દુર્ગાવાહિની વાંકાનેર પ્રખંડ સહસંયોજીકા તરીકે ક્રિષ્નાબેન દિનેશભાઈ ચારોલાની નિમણૂકતા કરવામાં આવી હતી
