વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગુજરાત સરકારના પેન્શનર્સને મુશ્કેલી : ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ બાદ પણ સપ્ટેમ્બર મહિને પેન્શન જમા ન થયું


SHARE













ગુજરાત સરકારના પેન્શનર્સને મુશ્કેલી : ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ બાદ પણ સપ્ટેમ્બર મહિને પેન્શન જમા ન થયું

રાજ્ય સરકાર તરફથી આ વર્ષે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કે પેન્શનર્સને દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ માટે બેંકમાં જવાનું નહીં રહે. સરકારના નવા પરિપત્ર અનુસાર પેન્શનર્સ પોતાનું લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન જ જનરેટ અને અપલોડ કરી શકે છે. વધુમાં, જેમને ટેકનિકલ જાણકારી ઓછી હોય તેઓ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ઘરે બોલાવી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સુવિધાથી વડીલ પેન્શનર્સ ખુશ થયા હતા કારણ કે બેંકમાં જવાની તકલીફ તથા લાંબી લાઇનમાં ઊભા રહેવાની પરેશાની માંથી તેમને રાહત મળી હતી. બેંકના કર્મચારીઓ પણ આ કામ ભારણ ઓછું થવાથી સંતોષ અનુભવી રહ્યા હતા.

પરંતુ, ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પેન્શન જમા થવાના દિવસે અણધારી પરિસ્થિતિ ઊભી થઈ. રાજ્યના અનેક જિલ્લાઓમાં 30 ટકા કરતાં વધુ પેન્શનર્સના ખાતામાં પેન્શન જમા થયું જ નહોતું. પેન્શનર્સે જ્યારે બેંક તથા ટ્રેઝરી ઓફિસમાં સંપર્ક કર્યો ત્યારે તેમને જણાવાયું કે “લાઈફ સર્ટિફિકેટ ન જમા કરાવવાના કારણે પેન્શન અટકાવાયું છે."સંભંધિત પેન્શનર્સે તરત જ પોતાનું ઓનલાઈન સર્ટિફિકેટ સબમિટ કર્યાનું એક્નોલેજમેન્ટ બતાવ્યું ત્યારે અધિકારીઓને ખબર પડી કે ઓનલાઈન ડેટા સિસ્ટમમાં ફેચ થયો જ નથી. પરિણામે અનેક પેન્શનર્સને ફરીથી શારીરિક લાઈફ સર્ટિફિકેટ બેંકમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું.

આ ઘટના કારણે તહેવારના સમયમાં વડીલ પેન્શનર્સને ગંભીર આર્થિક તકલીફો સહન કરવી પડી રહી છે. આ ઉપરાંત ઘણા બહારગામ કે બીજા રાજય માં પુત્રો પરિવાર સાથે રહેતા અનેક નિવૃત કર્મચારી ને ફરીથી એમની બેંક માં જઈને આ પ્રોસેસ કરવાનું કહેવામાં આવ્યું હોવાથી તાત્કાલિક એમને રૂબરૂ એમના બેંક માં જવાનું તહેવારના સમય માં મુશ્કેલ ઉભી થાય એમ હોય સરકારના સંભંધિત વિભાગ આ અંગે તુરતજ કાર્યવાહી કરે સરકારના આધુનિકીકરણના પ્રયાસો છતાં સિસ્ટમની ખામીથી વડીલો પરેશાન થયા છે. પેન્શન ન મળતા ઘણી જગ્યાએ પેન્શનર્સમાં નિરાશા અને અસંતોષ ફેલાયો છે.પેન્શનર્સ સંસ્થાઓએ માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી ટેકનિકલ સમસ્યાઓ દુર કરી તમામ પેન્શનર્સને વિના વિલંબ પેન્શન ચૂકવવા પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે.




Latest News