આનંદો: મોરબી અને માળિયા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાયો, રાત સુધીમાં ઓવરફ્લો થવાના સંકેત
ટંકારાના ખીજડીયા ગામે જુગારની રેડ પાડતા નાસભાગ, ત્રણ પકડાયા બે ફરાર, 90,700 નો મુદ્દામાલ કબજે: મોરબીમાં જુગાર રમતા 9 પકડાયા
SHARE







ટંકારાના ખીજડીયા ગામે જુગારની રેડ પાડતા નાસભાગ, ત્રણ પકડાયા બે ફરાર, 90,700 નો મુદ્દામાલ કબજે: મોરબીમાં જુગાર રમતા 9 પકડાયા
ટંકારા પોલીસે ખીજડીયા ગામ નજીક આવેલ ખેતરની ઓરડી પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી અને બે શખ્સ તકનો લાભ લઈને નાસી ગયા હતા જોકે, પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની રોકડ અને મોબાઈલ મળીને 90,700 ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે જ્યારે મોરબીના વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે જુગારની રેડ કરીને નવ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા
ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ધૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખેતરમાં ઓરડી પાસે એક ઢાળિયાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સો માં નાસભાગ મચી હતી જો કે, પોલીસ સ્થળ ઉપરથી નરેશભાઈ મોહનભાઈ માણસુરીયા (57) રહે. ક્રિષ્ના સ્કૂલની બાજુમાં રવાપર, મહાદેવભાઇ કાનજીભાઈ મગુનિયા (54) રહે. રામેશ્વરનગર ચાચાપર મોરબી, નીતિનભાઈ મનુભાઈ પનારા (39) રહે. સરખેજ ઉજાલા ચોકડી માવજીપુરા સોસાયટી ફતેવાડી- 1 અમદાવાદ વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 68,700 ની રોકડ તથા 22000 રૂપિયાની કિંમતના પાંચ મોબાઇલ ફોન મળીને 90,700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બીપીનભાઈ ઠાકરશીભાઈ પટેલ રહે. ખીજડીયા તથા જયેશભાઈ મનસુખભાઈ પ્રજાપતિ રહે. કામરેજ સુરત વાળા નાસી છૂટ્યા હોય હાલમાં પાંચ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ કુબેર આઈસ ફેક્ટરી ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી હેમચંદ્રભાઇ શ્રીરામ નિશાદ (30), વિકાસભાઈ મખનુભાઈ નિશાદ (24), ઉદયભાન રામસિંગ નિશાદ (25), છોટેબાબુ શ્રીશોખીલાલ નિશાદ (19), મલખાનસિંગ સીતારામ નિશાદ (43), કપિલભાઈ રમેશભાઈ નિશા (22), રામલખન રામચંદ્રભાઇ નિશાદ (21), ભરતસિંહ હીરાલાલ નિશાદ (35) અને કૈલાશભાઈ લાલારામ નિશાદ (55) રહે. બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 9,050 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
