મોરબીના બેલા-તળાવીયા શનાળા રોડે સીરામીક કારખાનામાં કામગીરી દરમ્યાન પડી જતા માથામાં ઇજા પામેલ યુવાનનું મોત
SHARE







મોરબીના બેલા-તળાવીયા શનાળા રોડે સીરામીક કારખાનામાં કામગીરી દરમ્યાન પડી જતા માથામાં ઇજા પામેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના બેલા થીતળાવીયા સનાળા ગામ તરફ જવાના રસ્તે આવેલ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં કામ કરતો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પડવાના કારણે માથાના ભાગે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના બેલા થી તળાવિયા સનાળા રોડ ઉપર આવેલ આંગન સીરામીકના લેબર ક્વાર્ટર માં રહેતો અને મજૂરી કામ કરતો હેમરાજભાઈ બાબુભાઈ બાવરી (26) નામનો યુવાન આંગન સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી પડવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે
