મોરબી જીલ્લાનો મચ્છુ 1 ડેમ છેલ્લી 19 કલાકથી ઓવરફલો, નદીના પટમાં કોઇને ન જવા સિંચાઇ વિભાગની સુચના
SHARE







મોરબી જીલ્લાનો મચ્છુ 1 ડેમ છેલ્લી 19 કલાકથી ઓવરફલો, નદીના પટમાં કોઇને ન જવા સિંચાઇ વિભાગની સુચના
મોરબી જિલ્લામાં આવેલ મહાકાય મચ્છુ 1 ડેમ ની કુલ ઝડપ જળ સપાટી 2435 MCFT છે અને શનિવારે પડેલા ઉપર વાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ હતી અને રવિવારે ડેમ 100 % ભરાઈ ગયો છે અને ઓવરફલો થઇ ગયો હતો અને હાલમાં 6 ઇંચથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે જો મોરબી જીલ્લાની વાત કરીએ તો વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ 1 ડેમ કે જેની ઊંચાઈ કુલ 49 ફૂટ છે અને તેમાં 2435 MCFT પાણીનો જળ જથ્થો સંગ્રહિત કરી શકાય છે આ ડેમની ઉપરના વાસમાં તથા કેચમેટ વિસ્તારમાં શનિવારના દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે પાણીની આવક શરૂ થઈ છે અને રવિવારે બપોરે 12 વાગ્યાથી મોરબીનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે રવિવારે બપોરે મચ્છુ 1 ડેમમાં 650 કયુસેક પાણીની આવક સામે જાવક ચાલુ છે જો કે, આજે સોમવારે સવારે 8 વાગ્યે 1767 કયુસેક પાણીની આવક સામે જાવક ચાલી રહી છે અને ખાસ કરીને ડેમના કેચમેટ વિસ્તાર તથા ચોટીલા વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ડેમની અંદર વરસાદી પાણીની આવક થયેલ છે અને ડેમ 100% ભરાઈ ગયો છે અને હાલમાં મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હોય તે પાણી સીધું નદી મારફતે મચ્છુ 2 ડેમમાં જઇ રહ્યુ છે જેથી મચ્છુ 2 ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજ સવારના 8 વાગ્યા સુધીમાં 90 ટકા જેટલો ભરાઈ ગયો છે
