ટંકારાના છતર ગામે સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ પૈકી એકની ધરપકડ
SHARE









ટંકારાના છતર ગામે સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ પૈકી એકની ધરપકડ
ટંકારાના છતર ગામે સરકારી જમીન શરત ભંગ થવાના કારણે ૩૩ વર્ષ પહેલાં સરકાર હસ્તક થઇ ગઇ હોવા છતાં તે જમીન ઉપર દબાણ કરીને ત્યાં વાવેતર કરવામાં આવતું હતું અને ત્યાં સરકારી જમીન ઉપર હોટલ બનાવનારા શખ્સોની સામે હાલમાં ટંકારાના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી દ્વારા એક ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં અનેક જગ્યાઓ ઉપર સરકારી જમીનો ઉપર દબાણ ખડકી દેનાર શખ્સોની સામે ધડાધડ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો દાખલ કરીને સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી ખરાબાની સર્વે નંબર નંબર-૯૬ પૈકી ૧ ની હે.૩-૨૩-૭૫ ચો.મી.જમીન શરત ભંગ થતાં અગાઉ તા.૩૦-૮-૧૯૮૮ થી સરકાર હસ્તક થઈ ગયેલ છે તેમ છતાં પણ છતર ગામના રહેવાસી ચીમનલાલ મંછારામ અગ્રાવત દ્વારા આ જમીન ઉપર કબજો ચાલુ રાખવામાં આવ્યો હતો અને તેઓના દ્વારા આ જમીન ઉપર હાલમાં અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે.તેમજ મનોજભાઇ રમણીકભાઇ અગ્રાવત તથા વિપુલભાઇ રમણીકભાઇ અગ્રાવત રહે.બન્ને છતર ગામ વાળાએ છેલ્લા પાંચ વર્ષથી છતર ગામે સરકારી ખરાબાના સર્વે નંબર ૧૬૭ વાળી જમીન ઉપર સંતકૃપા હોટલ બનાવી નાંખી છે અને આશરે ૨૬૦૦ ચો.મી.જમીનમા પાંચ વર્ષથી દબાણ કરેલ છે અને ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખેલ છે જેથી ટંકારાના મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર વાવેતર કરીને તેમજ હોટલ બનાવીને દબાણ કરનારા ઉપરોકત ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધ્યો હતો જેની તપાસ ડીવાયએસપી રાધીકા ભારાઇ ચલાવી રહ્યા હોય તેઓએ ગત તા.૮-૧૨ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ત્રણ આપોપીઓ પૈકીના ચિમનલાલ મંછારામ અગ્રાવત જાતે બાવાજી (ઉમર ૭૦) રહે.છતર તા.ટંકારા જી.મોરબીની ઉપરોકત લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ધરપકડ કરેલ છે.
યુવતી સારવારમાં
મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામની રહેવાસી મીરાબેન ઇશ્વરભાઇ ધનજીભાઈ હડીયલ નામની વીસ વર્ષીય યુવતી કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણે અહીં મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કળોતરાએ આગળની તપાસ હાથ ધરી છે
