ટંકારાના છતર ગામે સરકારી જમીન ઉપર હોટલ-ખેતી કરનારા ત્રણ પૈકી એકની ધરપકડ
મોરબી : કાર પલ્ટી મારી જતા યુવાન સારવારમાં
SHARE
મોરબી : કાર પલ્ટી મારી જતા યુવાન સારવારમાં
માળીયા મિંયાણા તાલુકાના વેજલપર ગામનો રાજેશ પ્રેમજીભાઈ ઝિંઝુવાડીયા નામનો યુવાન લીંબડી નજીકથી કાર લઈને જતો હતો ત્યારે ત્યાં તેની કાર અકસ્માતે પલ્ટી મારી જતાં ઇજાગ્રસ્ત રાજેશ ઝિંઝુવાડીયાને સારવારમાં અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવિપાર્ક વિસ્તારમાં રહેતો રવિ હસમુખભાઈ ભાડેશીયા નામનો ૨૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક પણ રસ્તામાં સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત રવિને પણ સારવારમાં આયુષ હોસ્પિટલે લવાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
રાજસ્થાનના નાગોર જિલ્લાના ખચણ તાલુકાના કાજોળ ગામે રહેતા રણવીરસિંહ દરબાર નામના ૪૫ વર્ષીય યુવાનને મોરબીના મોડપર ગામના પાટીયા પાસે આવેલો ઓમ બન્ના હોટેલ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સામાન્ય વાતે મારામારી
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીકના ઇન્દિરાનગરમાં ઘર પાસે ગટર ઉભરાવા પ્રશ્નને લઈને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં જીનતબેન હાજીભાઇ મોવર (૬૦) અને રહેમતબેન ઇબ્રાહીમભાઇ મોવર (૪૫) ને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીકના ઇન્દિરાનગરમાં રહેતા મુસાભાઇ ઇબ્રાહીમભાઇ મોવર (૨૫), સુલતાન ઇબ્રાહીમભાઇ મોવર (૨૨) અને અકબર હાજીભાઇ મોવર (૩૫) નામના ત્રણ ઇસમો છરી સાથે મળી આવ્યા હોય તેમની સામે ગુનો નોંધીને અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.