મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય
મોરબીના શનાળા પાસે કાર હડફેટે બાઈક સવાર બે લોકોને ઈજા થતા સારવારમાં
SHARE







મોરબીના શનાળા પાસે કાર હડફેટે બાઈક સવાર બે લોકોને ઈજા થતા સારવારમાં
મોરબીના શનાળા ગામે રાજપર ચોકડીથી ઘુનડા જતા રસ્તે પુલીયા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલક હડફેટે લેતા બાઈક સવાર અજય વિનોદભાઈ કુંઢીયા (૨૦) તથા પુજાબેન અજયભાઈ કુંઢીયા (૧૯) રહે. બંને પંચાસર મોરબીને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. જયારે ભરતનગર ગામ પાસે ટ્રકનું વ્હીલ અડી જતા અંકિત રાજુભાઈ મોહનીયા નામના એક વર્ષના બાળકને ઈજા થતા અંત્રેની સીવીલે લવાયેલ જયાં પ્રાથમીક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ જે બાબતે તાલુકા મથકના ફીરોઝભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે. તો પીપલી પાસે બાઈક સ્લીપના બનાવમાં ઈજા પામેલ રમેશ બાબુભાઈ માનેવાડીયા (૬૦) રહે. ભીમસર મોરબી-૨ને અત્રેની શિવમ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.
વૃધ્ધા સારવારમાં
મોરબીના પિપળી ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં નર્મદાબેન જસમતભાઈ જેઠલોજા નામના ૮૦ વર્ષના વૃધ્ધાને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. નો ગ્રીન ચોકમાં રહેતા બલીનભાઈ અમૃતલાલ ગાંધી (૬૦) ઘર પાસે બાઈકમાંથી પડી જતા સારવાર માટે લઈ જવાયા હતા. તો મોરબી પંચાસર રોડ સત્યમ હોલ નજીક બાઈક પાછળથી પડી જતા ભાવનાબેન અમીતભાઈ કાંજીયા (૩૦) રહે. વૃંદાવન સોસાયટી એસટી ડેપો પાસે પ્રોલ છે. જામનગરને સારવાર માટે ખસેડાયા હતા.
મારામારીમાં ઈજા
માળીયા મીંયાણાના ફેલવા વાંઢ વિસ્તારમાં રહેતા સમીર જુસાભાઈ મોવર (૧૮)ને ફતેપરના પાટીયા પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવારમાં લવાયો હતો. તો હળવદના દેવળીયા રોડે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા હંસાબેન ઘેલુભાઈ માકાસાણા (૩૨) રહે. ચરાડવા તા.હળવદને સારવાર માટે મોરબી લવાયા હતા. હળવદના માલણીયાદ ગામે સ્વામીનારાયણ મંદિર પાસે બાઈકમાંથી પડી જતા જીયાન કિશોરભાઈ કંઝારીયા નામના આઠ વર્ષના બાળકને અહીંની ઓમ ઓર્યો. હોસ્પીટલે સારવારમાં લવાયો હતો.
યુવાન ઈજાગ્રસ્ત
વાંકાનેર હાઈવે હુવા પાસેના પેટ્રોલ પંપ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થવાથી હર્ષદ હેમંતરામ નિમાવત (૩૩) રહે. રબારીવાસ કાલીકાનગર મોરબીને અને હળવદના માથક-ગામે કુવા પાસે બાઈક સ્લીપ થતા વિજય નિતેષભાઈ સારલા (૧૭) રહે. રણછોડગઢ હળવદને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ શકિતનગરના પાટીયા પાસે અજાણ્યા વાહન હડફેટે ઈજા પામેલા હિનાબેન મશરૂભાઈ કલોત્રા (૨૬) રહે. ઘનશ્યામપુર તા. હળવદને અને નાનીબરાર તા. માળીયા મીંયાણા ખાતે સાપ કરડી જતા શનીભાઈ નારણભાઈ બફત્રા (૨) સારવાર માટે લઈ જવાયા હોવાનું જણાવી (૨૫) ને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી-જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા S પામેલ રવિ સુખદેવ (ઉ.૨૫) ને ૧૦૮ વડે અત્રેની સિવિલે ખસેડાયો હતો. જયાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. જયારે વાંકાનેર હાઈવે જાંબુડીયા પાસેના બેલ સિરામીક ભનજીક બાઈક સ્લીપ થઈ જતા ભુપત મનસુખભાઈ પઠાણ (૩૨) રહે. ભરવાડવાસ પાસે મોટા દહીંસરા તા. માળીયા જી. મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મકનસર પાસેના એકસલ સીરામીક નજીક બાઈક સ્લીપ થતા કૃષ્ણકુમાર રામદવ (૨૮) રહે. લેટીક્સ સીરામીક સરતાનપર રોડને સારવારમાં ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબી-હળવદ રોડ મહેન્દ્રનગરથી આગળ આઈટીઆઈ પાસે રહેતા રાહુલ કાળુભાઈ (૧૯)ને રસ્તામાં લાકડી વડે માથામાં માર મારવામાં આવતા તેને અત્રેની સિવિલે લવાયો હતો. તેમજ માળીયા (મી)ના ( રહેવાસી સુલતાનાબેન વિરાભાઈ જેડા (૨૪)ને પણ મારામારીમાં ઈજા થતા સારવાર માટે અહીંની સીવીલે લવાયો હતા. તેમજ બાઈક અકસ્માતના બનાવમાં ઈજા પામેલ મહમદ હનીફભાઈ કાદરભાઈ મોવર રહે. હિંમતપુરા ભચાઉ કચ્છને સારવાર માટે મોરબી લવાયા હતા.
વાહન અકસ્માત
બાઈક પાછળ બેસીને જતા સમયે પાછળથી પડી જતા શારદાબેન ઠાકરશીભાઈ પ્રજાપતી (૧૭) રહે ગૌસાળા પાસે લીલાપર રોડને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે શનાળા રોડ સત્યમ પાન નજીક બે ટુ વ્હીલર છે અથડાતા બનેલ બનાવમાં દિલીપ પરસોતમભાઈ ભટ્ટી (૩૫) રહે. ખત્રીવાડ દરબારગઢ પાસેને અત્રેની કિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો. જયારે ગોલા બજાર પાસેથી પગપાળા જઈ રહેલા મનોજ હસમુખભાઈ મનીપરા (૩૮) રહે. ઓમકાર પેલેસ પંચાસર રોડને બાઈક વાળાએ હડકેટ લેતા ઈજા પામેલ હાલતમાં સારવાર માટે લઈ જવાયો હતો.
ઈલે.શોટ
મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ ગોલા બજારમાં કામ દરમ્યાન ઈલે શોટ લાગતા નિલેશ ભરતભાઈ બાંભવા (૩૨) રહે. ભરવાડ શેરી મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે સામાકાંઠે હાઉસીંગ બોર્ડ પાસે થયેલ મારામારીમાં ઈજા થતા શબ્બીર મલેક (૨૫) રહે. વીસીપરા અને નવાઝ ખલીફા (૧૮) રહે. વાવડી રોડને સીવીલ ખસેડાયા હતા. તો મહેન્દ્રનગર બસ સ્ટેશન પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલા કુમાર વિશ્વકર્મા ભૈરવ (૨૩) અને જીતેન્દ્ર મેકર (૧૭) રહે. બંને મહેન્દ્રનગર મોરબી-૨ને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.
