મોરબીના શનાળા પાસે કાર હડફેટે બાઈક સવાર બે લોકોને ઈજા થતા સારવારમાં
મોરબી મહાપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશ્નરે કર્યા મચ્છુ 2 ડેમના નવા નીરના વધામણાં
SHARE







મોરબી મહાપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશ્નરે કર્યા મચ્છુ 2 ડેમના નવા નીરના વધામણાં
મોરબીના મચ્છુ 2 ડેમમાં નવા નીર આવતા મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી કરીને આજે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશ્નર સંજય સોની ડેમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નવા નીરના વધામણા કર્યા હતા.
દર વર્ષે મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થાય એટલે મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને માળિયા તાલુકાના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળતી હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ધીમી ધારે પરંતુ મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને મંગળવારે રાત્રિના પોણા બે વાગ્યાથી આ ડેમ ઓવરફલો થયો હતો જેથી ડેમના બે દરવાજાને અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા જેથી કરીને આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની મચ્છુ 2 ડેમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મચ્છુ 2 ડેમમાં આવેલા નવા નીરના શાસ્ત્રોક્ત વિધિ સાથે વધામણા કર્યા હતા અને લોકોને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ અને સારી રીતે પાણી મળે તેના માટેનું આયોજન કરવામાં આવશે તેવું કમિશનર જણાવ્યું છે
