ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ
મોરબીના રંગપર પાસે લેવીન્જા કારખાનામાં કામ બાબતે ઠપકો આપતા યુવાન ઉપર પાઇપ વડે ત્રણ શ્રમિકોએ કર્યો હુમલો
SHARE







મોરબીના રંગપર પાસે લેવીન્જા કારખાનામાં કામ બાબતે ઠપકો આપતા યુવાન ઉપર પાઇપ વડે ત્રણ શ્રમિકોએ કર્યો હુમલો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સીરામીક કારખાનામાં મશીનના બેલ્ટ ઉપરથી ટાઇલ્સ કાઢવાનું કામ કરતા ઓપરેટરને એક ટાઇલ્સ છૂટી ગઈ હતી જેથી કરીને તે શ્રમિકોને ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરીને તેને માર માર્યો હતો. અને યુવાનને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાનના પિતરાઇ ભાઈએ ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના સોશિયલ મીડિયામાં ગઈકાલે સાંજથી સિરામિક કારખાનામાં યુવાનને પાઇપ વડે માર મારતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને તે વીડિયોમાં યુવાનને મારમારીને ભાગી રહેલા ત્રણ શખ્સો પણ જોવા મળી રહ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં ગુનો નોંધાયો છે જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નીલકંઠ પાર્ક કૈલાશ હાઈટ્સમાં રહેતા હિતેશભાઈ રામજીભાઈ કાચરોલા (36)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ, ભગતરામ લખન યાદવ અને પર્વતભાઈ અમરસિંહ રહે. ત્રણે લેવીન્જા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રંગપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, તેના માસીનો દીકરો હસમુખભાઈ ઉર્ફે હિરેન રમણીકભાઈ કંટારીયા (34) લેવીન્જા કારખાનામાં હતો અને ત્યાં કારખાનાના મશીનના બેલ્ટ ઉપરથી ટાઇલ્સ કાઢવાનું કામ કરતાં ઓપરેટર જગદીશભાઈથી ટાઇલ્સ છૂટી જતા તેને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને જગદીશભાઈ અને ભગતરામ દ્વારા લોખંડના પાઇપ વડે હસમુખભાઈને માર માર્યો હતો તથા પર્વતભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી હસમુખભાઈને માથામાં હેમરેજ, જમણા હાથમાં કાંડાથી ઉપરના ભાગમાં અને છેલ્લી આંગળીમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા થયેલ છે માટે તેઓને સારવારમાં ખસેડાયેલ છે અને ત્યારબાદ ભોગ બનેલા યુવાનના માસીના દીકરા ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
