મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસ નજીક નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ તણાઇને બેઠા પુલ સુધી આવી ગયો
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના અપમૃત્યુના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો
SHARE







મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના અપમૃત્યુના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને કરેલ આપઘાત કર્યો હતો જેથી કુલ મળીને 11 શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા હતા તેવામાં બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરેલ છે.
મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ ગાતા મે મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેના ભાઇનું મોત નીપજયું હતું અને પોલીસને મૃતક પાસેથી ત્રણ પાનાની એક સુસાઇટ નોટ મળી હતી જેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમ દ્વારા આરોપી રવિભાઈ રાજેશભાઈ જીલરીયા (29) રહે.તુલસીપર્ક સનાળા બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મહિલા-યુવાન સારવારમાં
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિઘળીયા ગામે રહેતા ફુલીબેન નવઘણભાઈ ઝેંઝરીયા (૪૫) નામના મહિલા દિઘળીયાથી સરા જતા રસ્તેથી જતા હતા ત્યાં જડેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈક પાછળના ભાગેથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છ (ભુજ) ના લાકડીયા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મુળુભાઈ કોળી નામનો ૩૧ વર્ષનો યુવાન સામખીયાળીથી જંગી ગામ બાજુ જતો હતો ત્યારે ગોળાઇમાં બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપર વાડી વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જતા લાલજીભાઈ ભગવાનજીભાઈ હડિયલ (૪૨) રહે.પંચાસર રોડને ઈજા થતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાવડી રોડ અકસ્માત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી બાઈક પાછળ બેસીને જતા સમયે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ મહંમદનવાઝ રફીકભાઈ ખલીફા (ઉંમર ૧૮) રહે. નગીના સોસાયટી ઉપલેટા ને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા ગામે રહેતા ભીખાભાઈ શામજીભાઈ ફેફર નામના ૫૮ વર્ષના આધેડ શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી જતા હતા ત્યાં ગાય સાથે બાઈક ટકરાતા ઇજા પામેલા હોય તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
