વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નેશનલ હાઇવેથી લઈને ગામડા સુધીના રસ્તાની હાલત અતિદયનીય: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE













મોરબી જિલ્લામાં નેશનલ હાઇવેથી લઈને ગામડા સુધીના રસ્તાની હાલત અતિદયનીય: વાહન ચાલકો ત્રાહિમામ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને સારા રોડ રસ્તાની સુવિધા આપવા માટે થઈને ટોલ ટેક્સ, રોડ ટેક્સ, વાહન ટેક્સ વિગેરે અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં પણ મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા અતિદયનીય હાલતમાં છે અને આજની તારીખે અડધાથી લઈને એક ફૂટ સુધીના ખાડા છે જેના કારણે અકસ્માત, ટ્રાફિકજામ વગેરે જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે તો પણ આ સમસ્યાની સામે અધિકારીઓ અને પદાધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે.

સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તામાં ઠેર ઠેર અડધાથી લઈને એક-એક ફૂટના ખાડા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ રોડ રસ્તા વખાણ કરવા લાયક નથી.  કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના ઉદ્યોગકારો આપે છે તેમ છતાં પણ અહીંના ઔદ્યોગિક વિસ્તારના રસ્તાથી માંડીને ગ્રામ્ય વિસ્તાર સુધીના તમામ રસ્તામાં ખાડા પડી ગયેલ છે આજની તારીખે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે સહિત તમામ રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને રોડ રસ્તા ઉપરથી જ્યારે વાહન ચાલક ગાડી લઈને નીકળે ત્યાં ડાન્સિંગ કાર પસાર થઈ રહી હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે.

ઉલેખનીય છે કે, જ્યારે પણ રોડ રસ્તામાં ખાડાનો પ્રશ્ન સામે આવે છે ત્યારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે આવી વાતો કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો બારે મહિના અહીંના નેશનલ હાઈવે રોડ તથા તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ સહિતના રોડ રસ્તામાં મસમોટા ખાડા હોય છે જેના કારણે ટ્રાફિકજામ, વાહન ચાલકોના વાહનોમાં નુકસાન, વાહનમાં ભરીને લઈ જવામાં આવતા માલમાં નુકસાન, નાના મોટા અકસ્માત અને જીવલેણ અકસ્માત જેવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ આવી ઘટનાઓ ન બને અને લોકોને સારા રોડ રસ્તાની સુવિધા મળે તેના માટેની લેસ માત્ર કામગીરી અહીંના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી.

મોરબીના નેશનલ હાઇવે ઉપરથી ટ્રક. ટ્રેલર, ડમ્પર, કાર વિગેરે જેવા વાહનો લઈને પસાર થતાં વાહનચાલકોએ પોતાની વેદના ઠલવતા જણાવ્યુ હતું કે, જો તેઓના વાહનમાં પીયુસી ન હોય, ટેક્સ ભર્યો ન હોય કે વીમો ન હોય તો તાત્કાલિક તે લોકોને દંડ કરવામાં આવે છે પરંતુ આ ભંગાર રસ્તા ઉપરથી તેઓને ટોલટેક્સ સહિતના તમામ પ્રકારના ટેક્સ ભર્યા પછી પસાર થવું પડે છે તો આ બેદરકારી રાખનારા અધિકારીની સામે આકરા પગલાં કેમ લેવામાં આવતા નથી. આટલું જ નહિ, રોડના ખાડાના લીધે કોઈ જીવલેણ અકસ્માત થાય તો મૃતકના પરિવારને મૃત્યુ સહાય કે પછી ટ્રક, ટ્રેલર કે ડમ્પરમાં ભરેલા માલમાં નુકશાન થાય તો તેના માટેની રિકવરી જો અધિકારી અને કોન્ટ્રાકટર પાસેથી કરવામાં આવે તો જ વાહન ચાલકોને આ ખાડાની પીડામાંથી મુક્તિ મળે તેમ છે.




Latest News