મોરબી જિલ્લામાં નેશનલ હાઇવેથી લઈને ગામડા સુધીના રસ્તાની હાલત અતિદયનીય: વાહન ચાલકો ત્રાહિમામ
મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
SHARE







મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીમાં પ્રેમ સબંધમાં સમાધાન થઈ ગયા પછી યુવતીના ઘર બાજુ રામ મંડળ જોવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદીને આરોપી નં.૩ ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ આરોપી નં.૩ ને થઈ હતી અને આ પ્રેમસંબંધ તેને મંજૂર ન હોય હવે પછી સંબંધ નહી રાખવા બંને પક્ષે સમાધાન થયેલ હતું ત્યાર બાદ ફરીયાદી રામામંડળ રમતુ હોય જે જોવા માટે ગયેલ જે આરોપીઓને સારુ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી ફરીયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર આરોપીએ ઢીકાપાટુનો અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી તે મુજબની ફરીયાદ ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી જે કેસ મોરબીના એડિ. ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.
