વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

નરેન્દ્રભાઈ મોદી @75: મોરબી નજીક બની રહેલ નમો વનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે


SHARE













નરેન્દ્રભાઈ મોદી @75: મોરબી નજીક બની રહેલ નમો વનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 17 સપ્ટે.ના રોજ જુદાજુદા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે જો કે, મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીન ઉપર મોરબીના ધારાસભ્ય દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું 'નમો વન' મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. જેનો આગામી બુધવારે કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે અને તેઓના હસ્તે 'નમો વન' પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.

આગામી 17, સપ્ટે. 2025 બુધવારના રોજ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રત્યેક ભારતીય એવું ઈચ્છી રહ્યો છે કે તેમનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવો જોઈએ અને એ પ્રકારે થવાનું જ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશિષ્ટ આયોજન કર્યું છે. અને પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે એ માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અને ખાસ કરીને મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં મચ્છુ -2 ડેમની બાજુમાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું 'નમો વન' મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. 17 સપ્ટે. 2025 બુધવારના રોજ રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને તેઓના હસ્તે 'નમો વન' પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે. અને નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 પ્રજાજનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન યોજાશે. 




Latest News