વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના પધ્ધર ગામે  સેવા કેમ્પનું આયોજન


SHARE













મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના પધ્ધર ગામે  સેવા કેમ્પનું આયોજન

મોરબીના ગ્રીનચોક આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન 16 સપ્ટેમ્બર, 2025 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કરવામાં આવશે. આ સેવા કેમ્પ ભુજથી 13 કિલોમીટર દૂર, દુધઈ રોડ પર, કંઢેરાયના પાટીયા પાસે, પધ્ધર ગામ નજીક રાખવામાં આવ્યો છે.

આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ મંડળ છેલ્લા 23 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં આઠ વર્ષ વાહનો દ્વારા અને છેલ્લા 15 વર્ષથી આ સ્થાયી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આશાપુરા મિત્ર મંડળ, ગ્રીન ચોક દ્વારા માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793) મનુભાઈ બરાસરા (મનુકાકા) (98791 75277), હિમાંશુ પારેખ (81609 57930), પારસ પટેલ (98981 52867) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.




Latest News