મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના પધ્ધર ગામે સેવા કેમ્પનું આયોજન
વાંકાનેર તાલુકાને ઐતિહાસીક સૌથી મોટી સિંચાઈની ભેટ આપનાર સીંચાઈ મંત્રી ઉપર આભારનો ધોધ વરસ્યો
SHARE







વાંકાનેર તાલુકાને ઐતિહાસીક સૌથી મોટી સિંચાઈની ભેટ આપનાર સીંચાઈ મંત્રી ઉપર આભારનો ધોધ વરસ્યો
વાંકાનેર તાલુકાના ઈતિહાસમાં સિંચાઈ માટેની સૌથી મોટી ભેટ એટલે સિંચાઈની બે યોજના થકી વાંકાનેર તાલુકાના ૪૧ ગામોને સીંચાઈનો લાભ મળતા વાંકાનેર પંથકમાં ખુશીની લાગણી છે અને તાલુકા ભાજપ પ્રમુખ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, ચેરમેન, સદસ્યઓ, સરપંચો, સહિત તમામ સમાજના રાજકીય આગેવાનોએ સોશિઅલ મીડિયા મારફતે વિડિયો મૂકીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કર્યો છે.
આ બંને યોજના વીશે વધુ માહીતી આપતા વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકાના ૩૪ ગામો જેમાં સમથેરવા, ઓળ, ભીમગુડા, વીડી જાંબુડીયા, રાજગઢ, પલાસ, વરડુંસર, નાગલપર, જામસર, મકતાનપર, આણદપર, માટેલ, વીરપર, રાતાવીરડા, સરતાનપર, ઢૂવા, લાકડધાર, ગાંગીયાવદર, રાજસ્થળી, દેરાળા, ખાનપર, લૂણસર, ચિત્રાખડા, ભેરડા, પાડધરા, વિઠ્ઠલપર, ભાયાતી જાંબુડીયા, જાલી, બોકડથંભા, નવા લૂણસરીયા, પલાસડી, ધમલપર, હશનપર અને સરધારકા ગામોને સિંચાઈ નો લાભ મળશે. આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૭૭.૦૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રસ્થાપિત સૌની યોજના લિંક- ૩ પેકેજ- ૩ના હયાત પમ્પિંગ સ્ટેશનનો ઉપયોગ કરી ૩૪ ગામોને ૧૫૦ કિલોમીટર લંબાઈની પાઈપલાઈન નેટવર્કથી સાંકળવાનું આયોજન થયેલ છે. આ યોજના થી આશરે ૧૧,૫૦૦ એકર વિસ્તારની સિંચાઈની સુવિધા સુદ્ધઢ થશે.
જયારે ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજનામાં વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા, મેસરીયા, અને જાલીડા નાની સિંચાઈ યોજના થકી ૭ ગામો જેમાં ઠીકરીયાળા, ભલગામ, જાલીડા, મેસરીયા, સમઢીયાળા, રાતડીયા અને મહીકા સહિત ચોટીલા તાલુકાના ૧૭ થી વધુ ગામોને સિંચાઈનો લાભ મળશે. આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૫૬.૦૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેના દ્વારા ૧૩,૫૦૦ એકર વિસ્તારની સિંચાઈની સુવિધા સુદ્ધઢ થશે. આ યોજનામાં વાંકાનેર તાલુકાના હજુ બાકી રહેતા વિવિધ ગામોના મોટા તળાવો જોડાવાનું કામ કાર્યરત છે. આ બંને યોજનાના આલેખન આખરીકરણ બાદ ટૂંક જ સમયમાં ટેન્ડર બહાર પાડી સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવશે.
