વાંકાનેર તાલુકાને ઐતિહાસીક સૌથી મોટી સિંચાઈની ભેટ આપનાર સીંચાઈ મંત્રી ઉપર આભારનો ધોધ વરસ્યો
મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન
SHARE







મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન
મોરબીમાં રહેતા બ્રહ્મ પરિવારો માટે આગામી શનિવારે પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં તેમના પત્ની કિરણબેન ઠાકર સહિતના પરિવારજન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના છે.
મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી શનિવાર તા ૧૩ ના રોજ ઠાકર પરિવાર દ્વારા સાંજે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪થી ૫:૩૦ સુધી પિતૃ સ્મૃતિમાં કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે ૫:૩૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે. જેનો મોરબીમાં રહેતા તમામ ભૂદેવોએ લાભ લેવા માટે કિરણબેન ઠાકર સહિતના તેઓના પરિવારજન દ્વારા અનુરોધ કરાયો છે.
