વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE













મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા તા.૧૪-૯ થી સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીના અયોધ્યાપુરી રોડે આવેલ જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી,રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થશે. અને કથા દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તેમજ દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. અને સપ્તાહ સવારે ૯:૩૦થી ૧૨:૩૦ કલાક તેમજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ કલાક એમ દરરોજ બે ચરણમાં યોજાશે.

સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વ.જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર, સ્વ.મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, ગૌ.વા.સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર ફુલચંદભાઈ કારીયા પરિવાર, સ્વ.ભુરાભાઈ ભગવાનજીભાઈ સોમમાણેક પરિવાર, જેઠાલાલ ઝવેરચંદ કારીયા પરિવાર, ગૌ.વા. ધીરજલાલ જમનાદાસ ઠકરાર પરિવાર, સ્વ.અરૂણાબેન જગદીશભાઈ કોટક પરિવાર સહીતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થશે.

તે ઉપરાંત સપ્તાહ દરમિયાન યોજાનાર ફરાળ તેમજ મહાપ્રસાદમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, સી.પી.પોપટ પરિવાર, હરીશભાઈ ભુરાભાઈ સોમમાણેક પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, બચુલાલ જેઠાલાલ કારીયા પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર અમૃતલાલ કાનાબાર પરિવાર, સ્વ.ભીમજીભાઈ માધવજીભાઈ ચંડીભમર પરિવાર, સ્વ.હસમુખલાલ હીરાલાલ પંડિત પરિવાર, હસમુખભાઈ ચીમનલાલ પુજારા પરિવાર, ઠા.મગનભાઈ રણછોડભાઈ પાનવાળા પરિવાર, ધીરજલાલ સોમચંદભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.મણીલાલ મગનભાઈ હાલાણી પરિવાર સહીતનાં પરિવારો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે.




Latest News