મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન
મોરબીમાં ભારત વિકાસ પરિષદ-આઇએમએ દ્વારા બે શાળામાં હિમોગ્લોબિન-બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ-આઇએમએ દ્વારા બે શાળામાં હિમોગ્લોબિન-બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા આઇએમએ મોરબી દ્વારા તાજેતરમાં શ્રી બુનિયાદી કન્યા શાળા તથા તાલુકા શાળા નં ૧ મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી કુલ ૧૭૦ વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને તેમનું બ્લડ ગ્રુપ સર્ટીફિકેટ અને હિમોગ્લોબિનનો રીપોર્ટ આપવામાં આવશે તેમજ જેને હિમોગ્લોબિનની ઉણપ જણાશે એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ અઘારા દ્વારા સરળ ભાષામાં પણ ખૂબ જ સુંદર રીતે બાળકોને હિમોગ્લોબિન અંગેની અને એનાં માટે જરૂરી ખોરાક અંગે તથા બાળકોમાં આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે સભાનતા આવે તેવી માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્યલક્ષી તથા જ્ઞાનાર્જનના માટે બાધક કારણોની પણ માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કેનેડા વાળા મિતુલભાઈ પાવાગઢીનો આર્થિક સહયોગ આપ્યો હતો. તેવી માહિતી સંસ્થાના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણીએ આપી હતી.
