મોરબીમાં ભારત વિકાસ પરિષદ-આઇએમએ દ્વારા બે શાળામાં હિમોગ્લોબિન-બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી
SHARE







માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી
માળિયા (મિ.) રાજવી પરિવાર દ્વારા માળિયા ખાતે ફ્રી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને હાલ કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કે.ડી.જાડેજા અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા. અને ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગ માટે આજે પણ રાજવી પરિવાર ચિંતિત હોય અને આવા અનેક સેવા કાર્ય કરે છે. તે માટે તેઓના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ દ્વારા મોરબીના એસપી મુકેશ પટેલની મુલકાત લેવામાં આવી હતી ત્યારે શ્રી રાજપૂત કરણીસેના જીલ્લા મહિલા ટીમના પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા સહિતના હાજર રહ્યા હતા.
