મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે
ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત
SHARE







ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.
હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યાની માહિતી તેઓને મળેલ છે. જેમાં કૈલાસડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલના કામમાં ભ્રષ્ટ્રાચાર, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટ્રાચાર, સમશાન ન સામે વાવવામાં આવેલ વ્રુક્ષા રોપણના કામમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવવા માટે રજૂઆત કરીને તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
