ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના મચ્છુ-3 ડેમમાં ફૂલ પધરાવવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
મોરબીના મચ્છુ-3 ડેમમાં ફૂલ પધરાવવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીમાં રહેતો યુવાન બાયપાસ રોડ ઉપર આવેલ બ્રિજ ઉપરથી પાણીમાં ફૂલ પધરાવવા માટે થઈને ગયો હતો દરમિયાન તે ડેમમાં પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ રામકૃષ્ણનગર ગામે રહેતા દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (48) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર જુની આરટીઓ ઓફિસ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં કુલ પધરાવા માટે થઈને ગયો હતો અને દરમિયાન તે ત્યાં પાણીમાં પડી ગયો હતો જેથી આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સાધનાબેન શૈલેષભાઈ ભીલ (48) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે બાઇકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના ઊંચી માંડલ પાસે રહેતા અને મજૂરી કરતા પુષ્પાબેન વાલજીભાઈ પરમાર (32) નામના મહિલાએ લેબર કવાર્ટરમાં ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના નવા મકાનસર ગામે રહેતા ઠાકરશીભાઈ છગનભાઈ (43) નામનો યુવાન બાઇક લઈને લાલપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમ ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે