મોરબીના મચ્છુ-3 ડેમમાં ફૂલ પધરાવવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
વાંકાનેરના માટેલ રોડે કારખાના કવાર્ટરમાં જાતે ગળા ઉપર કાતર મારી લેનાર યુવાનનું સારવારમાં મોત
SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાના કવાર્ટરમાં જાતે ગળા ઉપર કાતર મારી લેનાર યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર પોતે જ પોતાની જાતે ગળા ઉપર કાતર મારી લીધી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કોટેશ્વર ગ્રેનાઈટો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રમણીભાઈ દેબેનભાઇ બીરુવા (37) નામના યુવાન ગત તા.5/9 ના રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે પોતાની જાતે પોતાના ગળા ઉપર કાતર મારી લીધી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગારની બે રેડ
મોરબી એ ડિવિઝન પોલીસે બે સ્થળે વરલી જુગારની રેડ કરી હતી જેમાં વાવડી રોડે રામાપીરના મંદિર પાસે જાહેરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ વસંતભાઈ સરવૈયા (60) રહે. વાવડી રોડ લોકજીવન પાર્ક-2 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ ગુલામહુસેન આમદભાઈ ગાલબ રહે. મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે જયારે બીજી રેડ પણ વાવડી રોડે જ કરી હતી ત્યારે મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ નરસીભાઈ ભલસોડ (50) રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 550 રૂપિયાની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
