વાંકાનેરના માટેલ રોડે કારખાના કવાર્ટરમાં જાતે ગળા ઉપર કાતર મારી લેનાર યુવાનનું સારવારમાં મોત
મોરબી શહેર-તાલુકામાંથી દારૂની મોંઘીદાટ 5 બોટલ સાથે બે શખ્સ પકડાયા
SHARE







મોરબી શહેર-તાલુકામાંથી દારૂની મોંઘીદાટ 5 બોટલ સાથે બે શખ્સ પકડાયા
મોરબીના રંગપર ગામની સીમમાં બસ સ્ટેશન પાસેથી કારમાં દારૂની ત્રણ બોટલ લઈને નીકળેલા શખ્સને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી 5.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આવી જ રીતે મોરબીના નવલખી રોડેથી પસાર થઈ રહેલ શખ્સની દારૂની બે બોટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રંગપર ગામના બસ સ્ટેશન પાસેથી આઈ-10 ગાડી નંબર જીજે 36 એપી 4537 પસાર થઈ હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી દારૂની 3 મોંઘીદાટ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 3,900 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,03,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ગજાનંદ ભરતભાઈ મહંતો (30) રહે. હાલ રંગપર મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા પોલીસે તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,800 ની કિંમતની દારૂની બે બોટલ કબજે કરી હતી અને આરોપી અંકિતભાઈ અરુણભાઈ રાઠોડ (34) રહે. શ્રદ્ધા પાર્ક શેરી નં-4 નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
