વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે આપણી સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન ગરબાની થીમ રાખવામાં આવશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે 22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. અને છેલ્લા 5 વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. માતાજીના આ પર્વમાં તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. વધુમાં ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે.

વધુમાં જણાવ્યુ હતું કે, સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અને મોટી સંખ્યામાં અહીં બાઉન્સરો તૈનાત રાખવામા આવશે. અને સંકલ્પ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની સાથે વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું અહીં સન્માન પણ કરવામાં આવશે. આટલું જ નહીં અંબાજી, ચોટીલા, માટેલ, પાવાગઢ, માતાના મઢ, મોરાગઢ, રાવ (કચ્છ), મોગલધામ, ઊંઝા ખાતેથી માતાજીની ચુંદડી લાવી અહી રખાશે. જેની પૂજા-અર્ચના સાથે લોકો અહીં શક્તિ સૂત્ર બાંધી શકશે. બાદમાં એ શક્તિ સુત્રોને શક્તિપીઠ ખાતે અર્પણ કરવામાં આવશે.




Latest News