મોરબીમાં પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મીડવે કોમ્પ્લેક્ષને મહપાલિકાએ સીલ કર્યું
SHARE







મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મીડવે કોમ્પ્લેક્ષને મહપાલિકાએ સીલ કર્યું
મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીમાં આવેલ એમ્પાયર મીડવે નામના કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હતું અને તે પાણીને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ગટરની અંદર કાઢવામાં આવતા 24 કલાક રસ્તા ઉપર ગટર ઉભરાતી હતી જેથી આજે કમિશનર અને ડેપ્યુટી કમિશનર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાંના દુકાનદારોને કોમ્પલેક્ષની બહાર કાઢીને આખા કોમ્પ્લેક્સને હાલમાં સીલ કરવામાં આવ્યું છે અને વરસાદી પાણી જે કોમ્પ્લેક્ષના તળિયાના ભાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાય છે તેનો યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી મળશે ત્યારબાદ કોમ્પલેક્ષનું સીલ ખોલવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું છે
મોરબીના સનાળા રોડ ઉપર એમ્પાયર મીડવે નામનું કોમ્પલેક્ષ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ છે અને તે કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ રોડ સાઈડમાં બનાવવામાં આવેલ ગટરોમાં કરવામાં આવતો હોય છે જેથી ગટરના પાણી 24 કલાક મુખ્ય રોડ ઉપર વહેતા હોય છે આ બાબતની મહાપાલિકામાં રજૂઆતો મળી હતી જેને ધ્યાને રાખીને મહાપાલીકાની ટીમ આજે ત્યાં પહોંચી હતી ને ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ સાથે રહ્યા હતા અને સ્થળ ઉપર કોમ્પ્લેક્ષમાં તળિયાના ભાગે વરસાદી પાણી ભરેલું હતું જેનો ગેરકાયદે નિકાલ થતો હોય તેવું સામે આવ્યું હતું જેથી કોમ્પ્લેક્ષની અંદર જેટલા દુકાનદારો હતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ્પાયર મેળવે કોમ્પલેક્ષને હાલમાં સીલ કરવામાં આવ્યું છે.
વધુમાં આ બાબતે કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ગટરમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી ગટર ઉભરાવવાના પ્રશ્નો ઉભા થાય છે માટે પહેલા આ કોમ્પલેક્ષને નોટિસ આપવામાં આવી હતી પણ કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી આજે કોમ્પલેક્ષને સીલ કરવામાં આવેલ છે અને કોમ્પ્લેક્સમાં ભરાયેલ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી આપવામાં નહીં આવે અને યોગ્ય રીતે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મહાપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીલ ખોલવામાં આવશે નહીં.
