મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મીડવે કોમ્પ્લેક્ષને મહપાલિકાએ સીલ કર્યું
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે ડો.બી.કે.લહેરૂની વરણી
SHARE







મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે ડો.બી.કે.લહેરૂની વરણી
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા હાજર રહ્યા હતા તેમજ ચૂંટણી ઇન્ચાર્જ ભુપતભાઈ પંડ્યા, નિરીક્ષક તરીકે એડવોકેટ એચ.એલ.અજાણી, મોરબી શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે.ભટ્ટ, મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે હળવદના અગ્રણી અજયભાઈ રાવલ ઉર્ફે અજય મામા તથા કારોબારી સભ્ય તરીકે એન.એન.ભટ્ટ અને પ્રશાંતભાઈ મહેતાની સર્વ સંમતિથી વરણી કરવામાં આવેલ છે. અને હાજર રહેલ તમામ સભ્યોએ નવ નિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવેલ હતી.
