મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી શહેરની ૧૮ કેન્દ્રો પર મહેસુલ તલાટી વર્ગ-૩ ની પરીક્ષાનું આયોજન: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE











મોરબી શહેરની ૧૮ કેન્દ્રો પર મહેસુલ તલાટી વર્ગ-૩ ની પરીક્ષાનું આયોજન: જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાના ૧૮ કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ-૩ (જાહેરાત ક્ર્માંક:૩૦૧/૨૨૫-૨૬) ની પરીક્ષા આગામી તા. ૧૪/૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે માધ્યમિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ-૩ ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૧૪/૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત માધ્યમિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ ૩ ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે - રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, ઓમવીવીએમ કોલેજ, સરદાર બાગ સામે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિગ્રી), નટરાજ ફાટક પાસે, સામા કાંઠે, આર.ઓ. પટેલ મહિલા કોલેજ, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, પી.જી. પટેલ કોલેજ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા), મોરબી આઈટીઆઈ કેમ્પસ, પાણીની ટાંકીની સામે, મહેન્દ્રનગર, સેન્ટ મેરી સેકન્ડરી & હાયર સેકન્ડરી સ્કુલ, નવલખી રોડ, નવજીવન વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, ક્રિષ્ના વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, અભિનવ વિદ્યાલય, પ્રમુખ સ્વામી સોસાયટી પાછળ, નાની કેનાલ રોડ અને શ્રી જ્ઞાનપીઠ વિદ્યાલય, શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.






Latest News