મોરબી જિલ્લામાં કલ્યાણપર ખાતે શિક્ષણમાં સર્જનાત્મકતાની થીમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો
મોરબી નજીકથી લાવારિસ હાલતમાં 5.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE







મોરબી નજીકથી લાવારિસ હાલતમાં 5.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબી તાલુકાનાં ભરતનગરથી ખોખરા હનુમાનજી તરફ જવાના રોડ ઉપર જાહેરમાં દારૂની એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 399 બોટલો તેમજ 46 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 5.16 લાખનો દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે મોરબીના ભરતનગરથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રોડ ઉપર આવેલ રાધે પી.વી.સી. ઇન્ડસ્ટ્રીઝથી આગળના ભાગમાં પાણીની ખાડ આવેલ છે ત્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 399 બોટલ અને 46 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 5,16,220 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર મળી આવેલ નથી જેથી દારૂ અને બિયરનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
