મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શિવસેવક ગ્રુપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન


SHARE













મોરબીના શિવસેવક ગ્રુપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. 

નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવસેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. શિવસેવક ગ્રુપ 2012 થી કેમ્પનું આયોજન કરે છે.આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર લગાવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક ચાનાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે.તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે.આ કેમ્પ 24 કલાક ચાલુ હોય છે.આ કેમ્પમાં રોજ અંદાજે 1500 લોકો પ્રસાદનો લાભ લે છે. આ કેમ્પમા સિક્યુરીટી ના હેતુથી cctv કેમેરા મુકવામાં પણ આવે છે.




Latest News