મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં જીપીસીબીનું ચેકિંગ: 8 થી વધુ સિરામિક કારખાનામાં પેટકોકનો વપરાશ થતો હોવાનું ખૂલ્યું, લાકડા જેવા દંડના એંધાણ


SHARE













મોરબી પંથકમાં જીપીસીબીનું ચેકિંગ: 8 થી વધુ સિરામિક કારખાનામાં પેટકોકનો વપરાશ થતો હોવાનું ખૂલ્યું, લાકડા જેવા દંડના એંધાણ

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક એકમોમાંથી કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને જીપીસીબીની જુદીજુદી ટીમો બનાવીને જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે આઠથી વધુ કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી જીપીસીબીના અધિકારી દ્વારા ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યાથી આદેશ આવ્યા પછી મોરબીના કારખાનેદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લાકડા જેવો દંડ કરવામાં આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

મોરબીની આસપાસમાં પ્રદૂષણનો પ્રશ્ન ન ઊભો થાય તેના માટે સિરામિક એસો. દ્વારા પ્રયાસો કરવામાં આવે છે જો કે, તેના ઉપર કેટલાક ઉદ્યોગકારો દ્વારા પાણી ફેરવવામાં આવી રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અમુક કારખાનેદારો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરે છે જે અંગે અગાઉ કેટલાક કારખાનેદારોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને અમુકને તો કલોઝર નોટિસ પણ આપવામાં આવી હતી તો પણ આજની તારીખે છાના ખૂણે પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રતિબંધિત પેટકોકનો વપરાશ મોરબીના જુદાજુદા કારખાનામાં કરવામાં આવે છે તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જીપીસીબીના અધિકારીઓની જુદીજુદી ટીમો બનાવીને જુદાજુદા વિસ્તારમાં કારખાનામાં રેંડમલી ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક કે બે નહીં પરંતુ અંદાજે આઠથી વધુ કારખાનામાં પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને જીપીસીબીના સ્થાનિક અધિકારી દ્વારા પેટકોકનો કારખાનામાં વપરાશ કરનારા કારખાનેદારોની સામે કાર્યવાહી કરવા માટે હાલમાં ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવેલ તેવું ઉદ્યોગકારોમાં ચર્ચાઇ રહ્યું છે. તો બીજી બાજુ કયા કયા કારખાનામાં પેટકોકનો વપરાશ કરતાં પકડાયેલ છે તે જાણવા માટે ઉધ્યોગકારોના ફોન સતત એક બીજાને રણકતા રહે છે.

અત્રે ઉલેખનીય છે કે, કેટલાક ઔધોગિક એકમોમાં માન્ય બળતણના બદલે પેટ્રોલિયમ કોક (પેટકોક) નો બળતણ તરીકે અનઅધિકૃત રીતે ઉપયોગ કરવાનું ચલણ વધી રહેલ છે. આવા ઉધોગોમાં પેટકોકમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોઈ તેનો બળતણ તરીકે અનઅધિક્રુત રીતે ઉપયોગ કરવાથી હવા પ્રદૂષણ થાય તેમ છે. જેથી તાજેતરમાં મળેલ જીપીસીબીની બેઠકમાં મહત્વનો આદેશ કર્યો હતો જેમાં પર્યાવરણીય નુકસાન વળતર (EDC)ની ગણતરીમાં નાની કક્ષાના ઉદ્યોગ માટે દસ લાખ, મધ્યમ કક્ષાના ઉદ્યોગ માટે પંદર લાખ અને મોટી કક્ષાના ઉદ્યોગ માટે પચીસ લાખ દંડની રકમ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ મુજબ તાજેતરમાં જે કારખાનામાં પેટકોકનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે તે કારખાનેદારને દંડ કરવામાં આવે તેવી શક્યતા છે. 




Latest News