મોરબીના યુવાને મૂળી પાસે દવા પીધી, પત્ની રિસામણે ચાલી જતાં પગલું ભર્યું ? : રાજકોટ ખસેડાયો
SHARE







મોરબીના યુવાને મૂળી પાસે દવા પીધી, પત્ની રિસામણે ચાલી જતાં પગલું ભર્યુ ? - રાજકોટ ખસેડાયો
મોરબી રહેતાં ચેતનભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.34) નામના યુવાને મુળીના દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચેતનભાઈ ગઇકાલે મોરબીથી નીકળી ગયા બાદ મુળી નજીક દાધોરીયા ગામ પાસે ઝેર પી લઇ પોતાના ભાઈ, સાળા સહિતનાને ફોનથી જાણ કરતાં તેઓ બધા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખસેડ્યો હતો. ચેતનભાઈ ચાર ભાઈ અને એક બહેનમાં મોટો છે અને તે કડીયા કામની મજુરી કરે છે. સંતાનમાં એક દિકરો છે.
વધુમાં મળેલ વિગત મુજબ, કેટલાક સમયથી ચેતનભાઈના પત્નિ લક્ષ્મીબેન મુળીના રાસીગપર ગામે રિસામણે છે. જેથી ચેતનભાઇએ આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મૂળી પોલીસ દોડી આવી હતી અને વધું તપાસ આદરી હતી.
