વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE







વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની ખાડા નામે ઓળખાતી સીમમા રહેણાક મકાનમા જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા 5.85 સહિત કુલ મળીને 13.26 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ.ઝાલા તેમજ વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પીઆઇ બી.વી.પટેલ અને તેનો સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પીઆઇ અને સ્ટાફના માણસો ચિત્રાખડા ગામ બાજુ પેટ્રોલીંગમા હતા ત્યારે પીઆઇ બી.વી.પટેલને મળેલ બાતમી આધારે ચીત્રાખડા ગામની ખાડા નામે ઓળખાતી સીમમાં ભગવાનજીભાઇ ઉર્ફે હરેશભાઇ સવશીભાઇ જેજરીયાની વાડીમાં આવેલ મકાનમા જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભગવાનજીભાઇ ઉર્ફે હરેશભાઇ સવશીભાઈ જેજરીયા રહે. ચીત્રાખડા, ચાપરાજભાઇ કાનભાઈ માલા રહે. હનુમાન ડેરી પાસે વેલાળા(સા) તાલુકો થાન, રાજેશભાઇ શાંતીદાસ દેસાણી રહે. વગડીયા ગામ તાલુકો મુળી, સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા રહે. નવાગામ હનુમાન મંદિર પાસે તાલુકો થાનગઢ, શામજીભાઇ કાળુભાઇ દેથરીયા રહે. રામપરા ગામ ચોકમાં લાખામાથી પાસે તાલુકો થાનગઢ અને ઉદયભાઇ સોમલાભાઇ ખાચર રહે. વેલાળા ગામ તાલુકો થાનગઢ વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી 5,85,500 રોકડા રૂપિયા, 95,500 ની કિંમતના મોબાઈલ ફોન, 3.45 લાખની કિંમતના વાહન અને 3 લાખની કિંમતની એક બોલેરો આમ કુલ મળીને 13.26 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી લીધેલ છે અને તેની સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ બી.વી.પટેલની સૂચના મુજબ પીએસઆઈ એલ.એ.ભરગા તેમજ રામભાઈ મંઢ, કીપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, કિર્તિસિંહ જાડેજા, સામતભાઈ છુછીયા, અશોકભાઈ વાઘેલા અને શકતિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
