મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ
મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ
SHARE
મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ
મોરબીમાં વીસી ફાટક પાસેથી ગાંજો, વાહન અને બે મોબાઈલ સાથે એક પકડાયો હતો તેની પાસેથી એકનું નામ ખુલતા તેને પકડીને જેલ હવાલે કરાયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વીસી ફાટક પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એકે 8212 લઈને પસાર થઈ રહેલ શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેની પાસેથી 1 કિલો 387 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી 13,870 ની કિંમતનો ગાંજો 45,000 રૂપિયાની કિંમતનું વાહન તથા જુદીજુદી કંપનીના બે મોબાઇલ ફોન આમ કુલ મળીને 64,370 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુદામાલ સાથે જેતે સમયે આરીફ આલમશા સૈયદ (32) રહે.વીસીપરા સિસ્ટરના બંગલા પાસે મોરબીની ધરપકડ કરી હતી. તેની પ્રાથમિક દરમિયાન આ માલ આપનાર તરીકે અનવર સુમરાનું નામ સામે આવેલ હતુ. જેથી પીએસઆઇ વી.એલ.વાઘેલાએ અનવર ઉર્ફે મનોજ ગુલામહુસેન સુમરા સંધી (૪૪) રહે.વીસીપરા કુલીનગર કેશવાનંદ આશ્રમ પાસે મોરબીને પકડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રીમાંડ મંજુર કર્યા હતા.તપાસ દરમિયાન સામે આવ્યુ હતો કે અનવર સુમરા સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતો હોય અને ધ્રોલ તરફ ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા હિન્દીભાસી ઈસમ પાસેથી તેને આ ગાંજાનો જથ્થો મળ્યો હતો.જે તેને આરીફને આપ્યો હોવાનું હાલ પોલીસસુત્રો પાસેથી જાણવા મળેલ છે.
દુષ્કર્મના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા વિસ્તારમાંથી અપહરણ-દુષ્કર્મનો બનાવ બન્યો હતો.જેની ફરિયાદ નોંધાતા પ્રથમ તે બનાવમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ કેસની અંદર થોડા દિવસો પહેલા તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા ગુનામાં મદદગારી કરનાર તરીકે તે બંને ભાઈઓના માતા-પિતા ચુનીલાલ હરનાથ સૂર્યવંશી (૭૦) તથા છમુબાઇ ચુનીલાલ સૂર્યવંશી (૬૫) બંને રહે.વસંતપુરા ભીલખેડી સાજાપુર મધ્યપ્રદેશને પકડવામાં આવ્યા હતા અને બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.