વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત
SHARE







મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ સરકારી સ્કૂલમાં કલર કામ ચાલુ હતું ત્યારે કોઈપણ કારણોસર યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવાની મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા આદમભાઈ યુસુફભાઈ શેખ (40) મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સરકારી સ્કૂલમાં કલર કામ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર તે ત્રીજા માળ ઉપરથી નીચે પડતા તેને શરીરે ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરી રહેલ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાન શાળામાં કલર કામ કરી રહ્યો હતો દરમિયાન ઉંચાઈ ઉપરથી નીચે પટકાવવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
