મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત
ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ
SHARE







ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુદા જુદા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યો હતો જેને હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પાયા વિહોણો ગણાવવામાં આવેલ છે અને જે કામોની ચર્ચા તેમના દ્વારા કરવામાં આવે છે તે તમામ કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તેના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા હરબટીયાળી ગામમાં સરપંચ દ્વારા કૈલાશ ડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલ, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ, સ્મશાન સામે વૃક્ષારોપણના કામોમાં ભ્રષ્ટાચાર થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જે તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને જે કામોની તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી છે તે તમામ કામો કે.ડી.બાવરવા ગામમાં આવીને જોઈ શકે છે તથા ભ્રષ્ટાચાર થયો હોય તો તેના પુરાવા રજૂ કરવા માટે થઈને કહ્યું હતું પરંતુ ટેલીફોનિક ચર્ચામાં તેઓ કોઈ ખુલાસો આપતા નથી અને તેમના દ્વારા ભ્રષ્ટાચારના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જેથી તેમના દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું સરપંચે જણાવ્યું છે
