ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ
મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા
SHARE
મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ લાડલી પાર્ટી પ્લોટ સામેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને આઇસર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને છાતીના ભાગે ફ્રેક્ચર તથા ફેફસામાં ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર નવજીવન સ્કૂલની સામે બુટાની વાડીમાં રહેતા નવીનભાઈ ભગવાનજીભાઈ પરમાર (32) એ હાલમાં આઇસર નંબર જીજે 14 ઝેડ 0953 ના ચાલકતા ને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ લાડલી પાર્ટી પ્લોટ સામે આવેલ શક્તિ પાન દુકાન નજીકથી ફરિયાદી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલાકે તેને હડફેટે લેતા તેને છાતીના ભાગે ફેક્ચર અને ફેફસામાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.