મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા
મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ
SHARE







મોરબીમાં નટરાજ ફાટક પાસેથી દારૂની ચાર બોટલ સાથે પોલીસે એક શખ્સથી ધરપકડ કરી હતી જ્યારે વાંકાનેર નજીક અમરસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તથા તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં નટરાજ ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે 4400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ સોલંકી (52) રહે. જીવરાજ પાર્ક સોસાયટી સાયન્સ કોલેજ પાછળ મફતિયા પરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેર નજીક અમરસર ગામની સીમમાં ગાત્રાળ માતાજીના મંદિરના ઢાળ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી તૈયાર 35 લીટર દેશી દારૂ તથા 300 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી કરીને 14,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિશાલ નાનજીભાઈ સીતાપરા (25) રહે અમરસર અને મુરાદભાઈ ઉર્ફે જીવણભાઈ મનોજભાઈ વિકાણી (24) રહે નવી રાતીદેવડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
