મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ
SHARE







મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ
મોરબીના બ્રહ્મસમાજના એક પરિવાર એવા ઠાકર પરિવાર દ્વારા સ્વ. ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરની પ્રથમ શ્રાધ તર્પણ અર્થે યોજવામાં આવેલ પિતૃસ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબીમાં વસતા તમામ ભૂદેવોને કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકર તથા તેમના બંને દીકરા સહિતના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર, લેખક, ઉત્તમ શિક્ષક અને હાસ્યકલાકાર એવા સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તદુપરાંત ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ પ્રશંશનીય અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ હતો. અને અંદાજે 4000 જેટલા ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો હતો.
