મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ
મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ
SHARE







મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ
મોરબી તાલુકાના ઘુટુ ગામમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર રાત્રિના સમયે અંધારા હોય છે જેના કારણે નાના મોટા અકસ્માતના બનાવ બનતા હોય છે જેથી કરીને આ બાબતે હાલમાં ગામના સરપંચ દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને રોડની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી હળવદ સ્ટેટ હાઇવે બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે દરમિયાન મોરબી નજીકના ઘૂટું ગામ પાસે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે તેમાં નવસર્જન સ્કૂલથી ડામાં ડાડા ના મંદિર સુધી રાત્રિના સમયે અંધારા હોવાના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો થતા હોય છે જેમાં લોકોને શારીરિક ઈજાઓ થતી હોય છે જેથી કરીને ઘૂટું ગામના મહિલા સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા તથા ઉપસરપંચ ગૌતમભાઈ દ્વારા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને રોડની બંને સાઈડમાં સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
