મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે અટલ ટિકરીંગ લેબનો મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન


SHARE











મોરબીના સ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે અટલ ટિકરીંગ લેબનો મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન

શ્રમ રોજગાર કૌશલ્ય નિર્માણ અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા વરદ હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ મોરબી ખાતે અટલ ટિકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવેલ છે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી, નિર્ગુણદાસજીસ્વામી, શ્રુતિપ્રકાશદાસજી સ્વામી, મધુસૂદનસ્વામી, હરિવત્સલસ્વામી સહિત સંતગણ, વિનુભાઈ ભોરણીયા, અરૂણભાઈ, સ્વામિનારાયણ સંસ્થાના ગુરૂજનો શિક્ષકગણ સહિત મહાનુભાવો તેમજ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, સ્વામી શ્રુતિપ્રકાશ દાસજી, જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા પ્રસંગોચિત વકતવ્ય આપવામાં આવ્યું હતું અને આવનાર નવી પેઢીને આત્મ નિર્ભર, સ્વનિર્ભર બનવા પાયામાં આ પ્રકારે કૌશલ્યનિર્માણ થકી મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે  સરકારની  કલ્યાણકારી યોજના થકી, આવતીકાલના  ઉજ્વળ ભવિષ્ય એવા બાળકો, વિદ્યાર્થીઓને પાયાથી જ વૈજ્ઞાનિક અભિગમ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ  મળી રહે તેવા સરકારના ઉદાત હેતુ હોવાનું મંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ જણાવ્યુ હતું.

મોરબીમાં સ્વામિ નારાયણ ગુરુકુળ સંસ્થામાં અદ્યતન લેબ લોકાર્પણ કરતાં મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી.આ તકે  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને યાદ કરી તેમને આપેલ સૂત્ર જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાનને ચરિતાર્થ કરીને આવતીકાલના આદર્શ ભારતના નવનિર્માણમાં ચારિત્રશિલ યુવાનો માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના આગવા પ્રદાનને આવકાર્યું હતું અને આવતીકાલના ઉજ્વળ ભવિષ્ય માટે  સરકાર સદાય કટિબદ્ધ હોવાનું જણાવી નવી શિક્ષણ નીતિ ઉપર પ્રસંગોચિત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું  અને અંતમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન વતી જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદ હસ્તે મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીનું મોમેન્ટો આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ શ્રુતિ પ્રકાશસ્વામી અને જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં બ્રિજેશભાઈ મેરજાના ગુરુકુલ સંસ્થાન સાથે પ્રસંગોચિત યાદ તરોતાજા કરવામાં આવેલ હતી.

મંત્રી મેરજાએએ બાળકોને સંદેશો આપ્યો હતો કે જીવનમાં દરેક મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ અને એમાં પણ સંતોનાં આશીર્વાદ જોઈએ અને એમાં પણ સંતોનાં આશીર્વાદ હોય તો સફળતા પ્રાપ્ત થાય જ છે. જયારે પણ ગુરુકુલમાં આવવાનું થાય ત્યારે પોતે એક સામાન્ય માણસ બનીને આવે છે રાજકારણના વાધા તેઓ ગુરુકુલ બહાર ત્યાગ કરીને જ આવે છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ આ પ્રસંગે ખાસ સંસ્થામાં આવવાનું થાય ત્યારે એક અદભુત શાંતિ અને આધ્યાત્મિક શાંતીનો અહેસાસ થાય છે તેમ જણ હતુ.મોરબીમાં જે કોઈપણ અટલ લેબ છે તેમાંથી સૌથી આધુનિક અને શ્રમૃધ્ધ લેબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નિર્માણ થઈ છે.ગુરુકુલની શિક્ષણપ્રણાલી અને અહીંના વિદ્યાર્થીની સમાજિક શૈક્ષણીક ભાગીદારીની મુકત મને પ્રશંસા કરેલ. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ પ્રસંગે આશીર્વચન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલક શ્રુતિપ્રકાશદાસજી સ્વામીએ કરેલ.આ પ્રસંગગે વિનુભાઈ ભોરણીયા, શાંતિલાલ, અરૂણભાઈ કાલરીયા, હસમુખભાઈ કાસુન્દ્રા, ગુજરાતી માધ્યમ પ્રિન્સિપાલ અલ્પેશભાઈ ચારોલા તેમજ અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપાલ આંનદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News