મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર સિરામિક યુનિટમાં બનાવ : ટ્રક અથડાતા દિવાલ પડવાથી ત્રણ મજૂર સારવારમાં


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર સિરામિક યુનિટમાં બનાવ : ટ્રક અથડાતા દિવાલ પડવાથી ત્રણ મજૂર સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ સિરામિક યુનિટમાં વિચિત્ર અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપર ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે ટ્રક સાઇડમાં લેવા જતા ટ્રક કારખાનાની દીવાલ સાથે અથડાતા દિવાલ પડી જવાથી એક મહીલા સહિત ત્રણ મજૂરોને ઇજાઓ પહોંચી હોય તેઓને સારવાર માટે ખસેડાયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીકના સાફેલો સિરામિક નામના યુનિટમાં ઉપરોકત અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલક ટ્રક લઇને જતો હતો તે દરમ્યાનમાં રોડ ઉપર અચાનક ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઇડમાં દબાવવા પ્રયાસ કર્યો હતો તે સમયે ટ્રક કારખાનાની દિવાલની સાથે અથડાતા દિવાલ પડી ગઈ હતી અને તેના લીધે તે જગ્યાએ ચોકડી હોય ત્યાં ન્હાવા-ધોવાનું કામ કરી રહેલ સુજાતાબેન ઝુંડી (૨૩), ચરણસિંગ (૨૩) અને મહેશ મહાદેવભાઇ આચાર્ય (૧૯) રહે.ભડવાલ તા.થરાદ જી.બનાસકાંઠા નામના ત્રણ મજૂરોને ઈજાઓ થતાં ત્રણેયને સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા-મિંયાણાના વાધરવા ગામે રહેતો દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો ૨૨ વર્ષીય યુવાન વહેલી સવારે ચારેક વાગ્યે પગપાળા (રનીંગ માટે) જતો હતો તે દરમિયાનમાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત દિવ્યરાજસિંહ જાડેજાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવતા વાઘગઢ ગામના રહેવાસી કાનજીભાઈ પ્રભુભાઈ લોહિયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકની આડે અચાનક આખલો ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું તે બનાવમાં કાનજીભાઈ લોહીયાને ઇજાઓ થવાથી તેમને પણ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News