મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો
મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન
SHARE







મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ લેવીસ સિરામિક ગ્રુપના તમામ ભાગીદારો તેમજ મોરબીના અગ્રણી બિલ્ડરોને ત્યાં રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વિગેરે સ્થળે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આઈટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે 250 જેટલા આઈટી વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટ આઈટી વિભાગ દ્વારા મોરબી પંથકમાં આજે વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓની જુદી જુદી 40 જેટલી ટીમો બનાવીને એકી સાથે વહેલી સવારે પાંચ વાગ્યે દરોડા પાડવામાં આવ્યા છે અને હાલમાં તેઓના નાણાકીય વ્યવહારો સહિતની બાબતોની આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે મોરબી હાઇવે રોડ ઉપર નીચીમાંડલ ગામ પાસે આવેલ લેવીસ ગ્રુપના ધીરુભાઈ રોજમાળા તથા તેના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના જુદા જુદા જે સીરામીક કારખાનાઓ આવેલ છે તે તમામ સિરામિક કારખાના, ઓફિસ તથા તેમના રહેણાંક મકાન ઉપર હાલમાં આઇટી વિભાગના અધિકારીઓને ટીમ પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના લખધીરપૂર રોડે આવેલ મેટ્રો સિરામિક ગ્રૂપમાં પણ આઇટીની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગેની ચર્ચાઓ હાલમાં સિરામિક ઉદ્યોગકારોના વર્તુળોમાં પણ ચાલી રહી છે
આ ઉપરાંત મોરબીમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલ અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ ઉપર આવેલ જયરાજ પાર્કમાં રહેણાંક મકાન તથા ઓફિસે સર્ચ ઓપરેશના ચાલી રહ્યું છે તેમજ બાંધકામ ક્ષેત્રે સાથે જોડાયેલ મોર્ડન હોમ પ્લાન વાળા પરેશભાઈ પટેલના ગ્રુપ ઉપર જયરાજ પાર્કમાંઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને એક જ દિવસે બાંધકામ અને સિરામિક સાથે જોડાયેલા જુદાજુદા ત્રણ ગ્રૂપ ઉપર આઇટી વિભાગની ટીમોએ રેડ કરી હોવાથી હાલમાં ઉદ્યોગકારો અને બાંધકામ સાથે જોડાયેલ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા રહેલી સવારે પાંચ વાગ્યાથી મોરબીમાં આવેલ છે અને બાંધકામ તથા સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. અને તેઓના નાણાકીય હિસાબની માહિતી હાલમાં આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
